Our Products
About Us
OUR MISSION
We are Dedicated to “New Way of Farming” to produce Chemical free Organic Foods for Humanity and to Develop Sustainable Farming Model for Every Sustenance.
OUR VISION
Consistently produce Most Effective, Superior Quality & Environment Friendly Organic Agriculture Inputs and Perpetually Create Excellent Awareness about usage of Organic Agriculture Inputs for Soil Improvement and Natural Farming.
Testimonial
મેં મારા ખેતરમાં મગફળીના પાકમાં રિદ્ધિ સોઇલકેર કંપનીના વૃદ્ધિકેર ખાતરનો છંટકાવ કર્યો હતો. તેનાથી મારા મગફળીના છોડ ખુબ જ તાકાતવાળા થયા છે. મગફળી ખુબ સ્વાદવાળી પાકી છે. મગફળીના છોડની ઉંચાઈ પણ ખુબ વધુ છે અને વિકાસ ખુબ જ સારો થયો છે.
શાંતિભાઈ ગજેરા
નાના સમઢીયાળા, ગીર ગઢડા, ગીર સોમનાથ
મેં મારા દોઢ એકરના ખેતરમાં કપાસના પાકમાં રિદ્ધિ સોઇલકેર કંપનીના વૃદ્ધિકેર ખાતરનો છંટકાવ કર્યો હતો. તેનાથીછોડનો ખુબ વિકાસ થયેલ છે. એક જ છોડ પર ૧૦૦થી વધુ જીંડવા બેઠા છે. ફૂલ, ભમરી કે જીંડવા ખરતા પણ નથી.
પરબતજી કાળજી સોલંકી
ઓતાજીના છાપરા, ડભોડા, ગાંધીનગર
મારા બે વીઘામાંરીંગણ પાકમાં રિદ્ધિ સોઇલકેર કંપનીના વૃદ્ધિકેર ખાતરનો છંટકાવ કર્યો હતો. તેનાથીરીંગણનો વિકાસ ખુબ સરસ થયો અને ઉત્પાદન ખુબ વધ્યું છે. આઓર્ગેનિક ખાતરની કુદરતી સુગંધથી પાકને નુકશાન કરતા જીવ જંતુઓ કે કીટકો આવતા જ નથી જેથી ઉત્પાદનમાં વધારો થયો છે.
બીજલભાઈ સોલંકી
ફાટસર, ઉના, ગીર સોમનાથ
મેં રિદ્ધિ સોઇલકેર કંપનીના વૃદ્ધિકેર ખાતરનો છંટકાવ મારા દોઢ વીઘાના ખેતરમાં ધાણાના પાકમાં ઉપયોગ કરેલ જેથીપરગરજ વાહક મધમાખીઓ વધી અને તેનાથી પાકમાં ઉત્પાદન ખુબ સારું મળ્યું. પાકનો સર્વાંગી વિકાસ પણ ખુબ થયો છે. મારી ખેડૂત મિત્રોને સલાહ છે કે રસાયણિક ખાતરોના વિષચક્રમાંથી નીકળવા આ ઓર્ગેનિક ખાતર જરૂરથી અપનાવો.
વિઠ્ઠલભાઈ સુવાગીયા
લીમબડીયા, ગઢડા, બોટાદ
મેં મારા દોઢ એકરના ખેતરમાં ડાંગરનાપાકમાં રિદ્ધિ સોઇલકેર કંપનીનાબીજકેર ખાતરથી બિયારણને પટ આપી વાવણી કરેલ જેનાથી બીજની અંકુરણ શક્તિ અનેક્ષમતા વધી અને ઓછા દિવસમાં સારા ઉગી ગયા. બીજની રોગ પ્રતિકારકશક્તિ અને બીજના તંતુમૂળનો વિકાસ પણ ખુબ સરસ થયો. ખાસ મારી ખેડૂતોને નમ્ર અરજ છે કે આવા ઓર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ.
જયદીપભાઈ પ્રજાપતિ
મેટાલ, બાવલા, અમદાવાદ
આ જ કપાસમાં મેં રિદ્ધિ સોઇલકેર કંપનીનાઓર્ગેનિક પેસ્ટીસાઇડ ધાન્યકેરનો ઉપયોગ કરેલો જેનાથી કોઈ પણ જાતના જીવ-જંતુઓ જેવા કે મોલો, મસી આવતા નથી અને સાથે ગુલાબી ઈયળનો જરા પણ ઉપદ્રવ નથી.
પરબતજી કાળજી સોલંકી
ઓતાજીના છાપરા, ડભોડા, ગાંધીનગર
મેં મારા મગફળીના બીજને રિદ્ધિ સોઇલકેર કંપનીનાબીજકેર ખાતરથી પટ આપી વાવણી કરેલ જેનાથી મગફળી ઝડપી અને વધુ પ્રમાણમાં ઉગી નીકળી. મગફળીના તંતુમૂળમાં પણ વધારો થયો છે અને વધુ સુયા બેઠા. પાકના ઉત્પાદનમાં ખુબ વધારો થયો.મારી ખેડૂતોને ભલામણ છે કે આવા ઓર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ.
નરેશભાઈમૂંગલપરા
જેસિંગપરા, અમરેલી
મેં મારાએક એકરના ડાંગરના પાકમાં રિદ્ધિ સોઇલકેર કંપનીનાભુમીકેર ખાતર મૂળમાંઆપેલું જેનાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો. વર્ષો પછી અમારા ખેતરમાં આ પ્રાકૃતિક ખાતરને લીધે અળસિયા દેખાયાજે જમીનની ફળદ્રુપતા માટે ખુબ જરૂરી છે.આ ખાતરથી મૂળમાં લાગતી લાલ અળસી અનેફૂગથી પણ રક્ષણ મળ્યું.મારી ખેડૂતોને ભલામણ છે કે આવા ઓર્ગેનિક ખાતરનો જ ઉપયોગ કરો અને આપની જમીનને પણ ફળદ્રુપ બનાવો.
સવઘણભાઈ પટેલ
કવલા, બાવલા, અમદાવાદ
મારા કપાસના પાકમાં રિદ્ધિ સોઇલકેર કંપનીનું ઓર્ગેનિક જંતુનાશક ધાન્યકેર વાપરવાથી કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ સહેજપણ થયેલ નથી. આજુબાજુના ખેતરોમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ ખુબ છે પણ મારા ખેતરમાં ધાન્યકેર ને લીધે ઈયળો નથી. છોડની રોગપ્રતિકારક શક્તિ વધવાથી બીજા કોઈ પણ જીવજંતુઓ નો ઉપદ્રવ પણ નથી.મારી ખેડૂત મિત્રોને સલાહ છે કે રસાયણિક જંતુનાશકોનાવિષચક્રમાંથી નીકળવા આ ઓર્ગેનિક ધાન્યકેર જરૂરથી અપનાવો.
ધીરુભાઈ સાવલિયા
રાયડી, ખાંભા, અમરેલી